જામનગર: મોખાણા ખાતે આયુષ્માન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું
રાજ્યના કૃષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના મોખાણા ખાતે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ. 36.71 લાખના ખર્ચે તૈયાર થયેલું આ કેન્દ્ર મોખાણા અને આસપાસના ગ્રામજનો માટે ઉત્તમ આરોગ્ય સુવિધાઓનું નવું કેન્દ્ર બનશે.