હાલોલ: પાવાગઢ ડુંગર ઉપર 80 વર્ષીય ભક્ત લપસી પડતા પગ ફેક્ચર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
આસો નવરાત્રીના છઠ્ઠા નોરતે રવિવારના રોજ પાવાગઢ ડુંગર ઉપર મહાકાળી ના દર્શને આવેલા મહારાષ્ટ્ર ના નંદુરબાર ગામના એક 80 વર્ષીય વૃદ્ધ માઈ ભક્તનો પગ લપસી જતા તેઓ ઇજાગ્રસ્ત થયા હોવાની જાણ થતાં પાવાગઢ મંદિરના સિક્યુરિટી સ્ટાફ અને પાવાગઢ પોલીસ દ્વારા તેમને તાત્કાલિક માચી સુધી લઈ જઈ 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેની માહિતી તા.28 સપ્ટેમ્બર રવિવારના રોજ રાત્રે 8 કલાકે પ્રાપ્ત થઇ હતી