થરાદ: થરાદના વાંતડાઉ નજીક ભારતમાલા રોડ પરથી અફીણ હેરોઇન ઝડપવા મુદે dysp વરોટરીયાએ થરાદ ખાતે પ્રેસ કોન્ફ્રરન્સ યોજી માહિતી આપી
થરાદ ડીવાયએસપી એસ.એમ. વારોતરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ કેસ ગુજરાત સરકારની NDPS સંબંધિત "ઝીરો ટોલરન્સ" નીતિ અંતર્ગત નોંધવામાં આવ્યો છે. પોલીસે આ માદક પદાર્થ આપનાર અન્ય ઈસમોને પકડવા અને મુંબઈમાં કોને વહેંચવાના હતા તે દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ ચાલી રહી છે