પુણા: વાંસદા થી સુરત આવેલી મહિલાનું સોનાની બુટ્ટી,ચાંદીના ઘરેણા સહિત કપડાં ભરેલી બેગ બસમાં ભૂલી જતા પોલીસે શોધી પરત કરાવ્યું
Puna, Surat | Nov 1, 2025 27 ઓક્ટોબરે વાંસદા થી સુરત આવેલી રુપિતા માહલા નામની મહિલા સોનાની બુટ્ટી, ચાંદીનું પેન્ડલ અને કપડાં ભરેલી બેગ કડોદરા ખાતે બંધ પડી ગયેલી બસમાં ભૂલી ગઈ હતી. લોકલ બસમાં સુરત આવેલી મહિલાએ મહિધરપુરા પોલીસ નો સંપર્ક કરતા પોલીસે તાત્કાલિક બેગ ની શોધખોળ શરૂ કરી હતી.દરમિયાન સીસીટીવી ફૂટેજ ના આધારે સરકારી બસની ઓળખ કરી ચાલકની પૂછપરછ કરી હતી.જ્યાં બસ ચાલક પાસેથી બેગ પરત મેળવી મહિલાને સુપ્રત કર્યું હતું.જે બેગ મળતા મહિલાના ચહેરા ઉપર સ્મિત છલકાઈ આવી હતી.