ગોંડલના આંબરડી ગામમાંથી 7.5 ફૂટ અજગરનું રેસ્ક્યુ:વન વિભાગની એક કલાકની જહેમત બાદ સુરક્ષિત પકડાયો
Gondal City, Rajkot | Oct 18, 2025
ગોંડલ તાલુકાના આંબરડી ગામના એક ખેતરમાંથી વન વિભાગે 7.5 ફૂટ લાંબા અને 8 કિલો વજનના એક વિશાળ અજગર (ઇન્ડિયન રોક પાયથન)નું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે. ચોમાસાની વિદાય અને ગરમીની શરૂઆત થતાં સરીસૃપ પ્રાણીઓ બહાર આવવાની ઘટનાઓ વધી રહી છે.આંબરડી ગામની સીમમાં ભરત ગોરધન ભુવા અને તેમના મિત્ર બાલા રાત્રે મરચીના પાકને પાણી આપી રહ્યા હતા. તે સમયે તેમની નજર ખેતરમાં બેઠેલા અજગર પર પડી. તેમણે તાત્કાલિક ગોંડલ રેન્જ ફોરેસ્ટ વિભાગને જાણ કરી.