હાલોલ: મઘાસર નાળા પાસે છકડો પલ્ટી ખાતા અક્સ્માત સર્જાયો હતો, છકડામા સવાર લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
હાલોલ મઘાસર નાળા પાસે તા.28 ઓક્ટોબર મંગળવારના રોજ એક પેસેન્જર ભરેલો છકડો પલ્ટી ખાતા અક્સ્માત સર્જાયો હતો જેમાં છકડામાં સવાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે તમામ ઇજાગ્રસ્તોને રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી જ્યારે નયનાબેન રાજેન્દ્રભાઈ પટેલને પગ ફેક્ચર થતા તેઓને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા