તળાજા: દિહોરમાં જૂની અદાવત ભડકી: બે પક્ષ વચ્ચે મારામારી, બંને તરફથી ક્રોસ ફરિયાદ નોંધાઈ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામે જૂની અદાવતને લઈને બે પક્ષ વચ્ચે હિંસક અથડામણનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રથમ ફરિયાદ મુજબ, વિજયભાઈ કરશનભાઈ પરમાર પર હરેશભાઈ રમેશભાઈ પરમાર દ્વારા લાકડાના ધોકાથી અને બાદમાં તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં વિજયભાઈને ડાબા હાથમાં ઇજા પહોંચી હતી. આ દરમિયાન મમતા