મોડાસા: અરવલ્લી જિલ્લાના અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે કલેક્ટર કચેરી ખાતે બેઠક
અરવલ્લી જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી દોઢ મહિના સુધી સ્વચ્છતાના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કલેકટર ની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં જિલ્લાના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત થયા હતા અને કાર્યક્રમનું સુચારું આયોજન થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી