જાફરાબાદ: ધોળાદ્રી ગામમાં કુદરતનો કહેર — પાણીના પ્રચંડ પ્રવાહમાં એક વ્યક્તિ તણાયા, સર્ચ ઓપરેશન માટે ત્રણ ટીમોની રચના
જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામે એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક સ્તરે સઘન શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતાં આજે એનડીઆરએફ ટીમની મદદ લેવામાં આવી છે. એનડીઆરએફની સાથે સ્થાનિક તરવૈયાઓ, જાફરાબાદ નગરપાલિકા ટીમ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને પોલીસ સ્ટાફની સહયોગથી ત્રણ અલગ ટીમો બનાવી તણાયેલાની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.