નડિયાદ: કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
નડિયાદ માં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ ના અઘ્યક્ષ સ્થાને બેઠક નું આયોજન કરવામાં આવ્યું. બેઠક માં ઘઉં અને ચોખાની ફાળવણી વિતરણ પ્રમાણે ભાવ ખાંડ ફાળવણી અને ઉપાડ ચણાના વિતરણ પ્રમાણે ભાવ વ્યાજબી ભાવની દુકાન તપાસણી વિગેરે ને લઈને બેઠક નું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક માં તમામ વિધાનસભા ના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા.