સાંતલપુર: રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે અતિવૃષ્ટિગ્રસ્ત બોરુડા ગામની મુલાકાત લીધી. ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો.
સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત બોરૂડા ગામની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે અતિવૃષ્ટિ બાદ ખેડૂતોના પાકને થયેલ નુકસાન બાબતે માહિતી મળેવી હતી.મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ રહી છે અને અતિવૃષ્ટિ કે કુદરતી આપત્તિના કારણે ખેડૂતોને થયેલ નુકસાનની સહાય ચૂકવવા માટે ઝડપી પગલા લેવામાં આવશે.