ઉનાની મુખ્ય બજારમાં આખલાનો આતંક,વૃદ્ધને શિંગણે ચડાવી આખલે ગંભીર ઇજાઓ પહોંચાડી,વિડિઓ સામે આવ્યો
Veraval City, Gir Somnath | Sep 25, 2025
ઊના શહેરમાં આખલાઓનો આતંક વધ્યો.એક વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી.ઉના શહેરની મુખ્ય બજારમાં બે આંખલાની ફાઇટમાં એક વૃધ્ધને આખલાએ શિંગડે થી ઉછાળ્યા.મિલન કોમ્પલેક્ષ પાસે બે આંખલાઓ વચ્ચે ફાઇટ ચાલી રહી હતી.ત્યારે આ વિસ્તારમાં મજૂરી કામ કરતા વ્યક્તિએ લોકોની સુરક્ષા માટે આ આખલાઓ લાકડીથી છૂટા પાડવાનો પ્રયત્ન કરેલ.આ દરમિયાન એક આંખલાએ તેમના ઉપર પાછળથી આવીને શિંગડે થી ઉછાળ્યા હતા.જેને પગલે તેમને ગંભીર ઇજાઓ પહોચતા હોસ્પિટલે ખસેડાયા હતા.