હાલોલ: પાવાગઢ દર્શન કરવા આવેલ દાહોદના છાપરડા ગામના આધેડનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો
દાહોદ જિલ્લાના રણધિકપુર નજીક આવેલા છાપરડા ગામના રહેવાસી ફૂલસિંગભાઈ બારિયા પોતાના પરિવાર સાથે આજે સોમવારના રોજ પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા આવ્યા હતા.જ્યારે ઉપર જતી વખતે ડુંગર ઉપરના બજાર વિસ્તારમાં તેમને અચાનક ગભરામણ થતાં તેઓ ઢળી પડ્યા હતા. તાત્કાલિક તેમની મદદ માટે હાજર ભક્તોએ તેમને માંચી સુધી લાવવામાં આવ્યા હતા જ્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યાં તબીબે તપાસ કરતા ફૂલસિંગભાઈને મૃત જાહેર કર્યા હતા.