શહેરા તાલુકાના અણીયાદ ગામની બીલીયા, ગુવાલિયા અને લાલસરી પ્રાથમિક શાળાના બાળકોને રેણાં ગામના વતની અને અમદાવાદ સ્થિત શિવાનંદ ગ્રુપના માલિક સંજયભાઈ પટેલ દ્વારા ગરમ વસ્ત્રો વિતરણ કરવામાં આવ્યા હતા,આ સ્વેટર વિતરણ કાર્યક્રમ શહેરા BRC કો. ઓર્ડીનેટર રાકેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો,જેમાં ૩૦૦ જેટલા બાળકોને ગરમ વસ્ત્રો આપવામાં આવ્યા હતા.