પાટડીની (SBI) શાખા બહાર ગવાણા ગામના 65 વર્ષીય નિવૃત્ત તલાટી કે.જી. સાગર બેંકમાંથી રૂ. 85,000 ઉપાડીને બહાર નીકળ્યા હતા બેંકમાંથી જ રેકી કરી રહેલા એક અંદાજે 20-22 વર્ષના યુવકે વૃદ્ધ તલાટીનો પીછો કર્યો હતો બાઈક ચડાવવામાં મદદ કરવાના બહાને યુવકે ધક્કો મારવાનું નાટક કરી નિવૃત્ત તલાટીના હાથમાંથી રોકડ ભરેલો થેલો ઝૂંટવી લીધો હતો તલાટીએ બૂમાબૂમ કરી તે પહેલા જ ગઠિયો નજર ચુકવીને ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ ગયો હતો.