હાલોલ: હાલોલના પનોરમાં ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે અક્સ્માત સર્જાતા યુવાનનું નીપજ્યુ મોત,પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અભેટવા ખાતે રહેતા યુવાનને હાલોલના પનોરમાં ચોકડી પાસે 20 ઓક્ટોમ્બર ના રોજ કોઈ અજાણ્યા વાહને અક્સ્માત સર્જી ભાગી છૂટેલ જેમાં ઇજાગ્રસ્ત યુવાન જીતેન્દ્રભાઈ જીવનભાઈ રાઠોડને પ્રાથમિક સારવાર હાલોલ રેફરલ ખાતે આપી વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યો હતો જેમાં તેનું સારવાર દરમિયાન 23 ઓક્ટોબર ના રોજ મૃત્યુ પામ્યો હતો.બનાવ અંગે હાલોલ પોલીસ મથકે તા.1 નવેમ્બર શનિવારના રોજ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન સામે અક્સ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે