ફિલ્મો અને મોટા શહેરોમાં આરોપીને ઝડપવા તેની કારની પાછળ પોલીસની ગાડી દોડતી હોવાનાં દૃશ્યો જેવો જ માહોલ આજે ભુજમાં સર્જાયો હતો. વાત જાણે એમ છે કે, આજે બપોરે એલ.સી.બી.ને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, ઇમ્તિયાઝ અબ્દુલ જુણેજા (રહે. રામનગરી, ભુજવાળો) તેની સ્વિફટ ગાડી નં. જી.જે.-12-ડી.એ.-1891વાળીથી વરનોરાથી ગૌમાંસ લઇને આવે છે અને પોતાના રહેણાક તરફ જશે. આથી એલ.સી.બી.ના કર્મચારીઓ પોતાની બે અલગ-અલગ ટીમ બનાવી વોચમાં હતા ત્યારે બાતમીવાળી ગાડીનો પીછો કર