માંગરોળ: તાલુકા ની સરકારી સસ્તા અનાજની દુકાન ના સંચાલકોએ તેમના પડતર પ્રશ્નોનો સરકાર ઉકેલ નહીં કરે તો દુકાનો બંધ રાખવાની ચીમકી આપી
Mangrol, Surat | Oct 29, 2025 માંગરોળ તાલુકા સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ તેમના પડતર પ્રશ્નોનો ઉકેલ સરકાર નહીં કરે તો અનાજ વિતરણ વ્યવસ્થા બંધ રાખવાની ચીમકી આપી છે ઘણા લાંબા સમયથી પડતર માગણીઓ નો ઉકેલ આવતો નથી જેને લઇ સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેઓ દ્વારા આગામી સમયમાં અસહકારનું આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે