ભારતીય બંધારણના પિતા ડૉ.ભીમરાવ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે. ‘પરિનિર્વાણ’ નો અર્થ મૃત્યુ પછી ‘નિર્વાણ’ અથવા જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ થાય છે. દર વર્ષે ૬ ડિસેમ્બરે બાબા સાહેબની પુણ્યતિથિને પરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ જામનગર શહેરના લાલ બંગલો સર્કલ પાસે આવેલ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધા સુમન અને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા.