સમાચારની વાત કરે તો ગત તારીખ 5 નવેમ્બર ના રોજ સાંજના છ કલાકે દાહોદ એલસીબી પોલીસે 50000 થી વધુ નો વિદેશી દારૂનો જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો. એલસીબી પોલીસે ગાંગરડી ગામે પુલ નજીક મકાનમાં રેડ કરી હતી તે દરમિયાન પોલીસે વિદેશી દારૂની જુદી જુદી બનાવટની બ્રાન્ડના દારૂ છે તે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી માન્યા ભાઈ સામે સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.