સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2026ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. માર્ગ અકસ્માતો ઘટાડવા અને લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 250થી વધુ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક પોલીસ અને આરટીઓ અધિકારીઓએ માર્ગ સલામતીનું મહત્વ સમજાવતાં હેલ્મેટ પેરવા પણ આગ્રહ કરવામાં આવ્યો હતો