ધરમપુર: તાલુકા સહિત વલસાડ જિલ્લામાં બાગાયત ખેડૂતો માટે નવીન I પોર્ટલ 2.0 ખુલ્લું મુકાયું
સોમવારના 8 કલાકે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાની વિગત મુજબ વલસાડ જિલ્લામાં વર્ષ 2025 અને 26 માટે બાગાયત ખાતા ની પ્રગતિશીલ યોજનાઓ હેઠળ બાગાયતી ખેતી કરતા તેમજ બાગાયતી ખેતી કરવા માંગતા ખેડૂતો માટે નવું પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્યારે 30 9 2025 સુધીમાં અરજી કરી દેવા બાગાયત અધિકારીએ જાહેરનામા દ્વારા જણાવ્યું છે.