ભુજ તાલુકાના લોડાઈમાં 200 જેટલા મહિલાઓ સહિત કિસાનોની પોલીસે અટક કરી હતી. વાંઢીયા સાથે લોડાઈમાં પણ અદાણી કંપનીએ કામ ચાલુ કરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થથયું હતું. કંપનીએ રવિવારે બપોર બાદ ખેતરોમાં વીજ ટાવર ઉભા કરવાનું કામ ચાલુ કરતા તેનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. બનાવના સ્થળે હાજર પોલીસે 45 ખેડૂતોની અટકાયત કરી હતી. ફરી સોમવારે કંપની દ્વારા કામ ચાલુ કરાતા ખેડૂતોએ વિરોધ જારી રાખ્યો હતો જેમાં મામલો તંગ થતાં વધારાની પોલીસ બોલાવી ને 200 જેટલાં મહિલાઓ