વિસનગર તાલુકાના છેવાડાના ગામમાં અાવેલ કોટન મિલમાં રહેતી 14 વર્ષીય સગીરાને તેની સાથે જ કામ કરતો યુવક લગ્નની લાલચ અાપી ભગાડી જતાં સગીરાની ભારે શોધખોળ બાદ પણ ભાળ ન મળતાં તેના પિતાઅે અા બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ભગાડી જનાર યુવક સહિત બે વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.