અંજાર: ટપ્પર ગામની જમીન મુદ્દે વાદીનો દાવો નામંજૂર
Anjar, Kutch | Nov 23, 2025 અંજાર તાલુકાના ટપ્પર ગામે આવેલી સર્વે નં. ૬૧૮ ની જમીન અંગે કુંવરબેન હમીર હેઠવાડિયા વગેરે તરફથી રમેશ શંભુ વીરડા વિરૂદ્ધ અંજારની કોર્ટમાં પોતાના માલિકી હક્ક હોવા અંગે, કબજો તેઓને સોંપી દેવા તથા આ જમીનના બનેલ દસ્તાવેજોને રદ કરવા દાવો દાખલ કર્યો હતો. અંજારની અદાલતે બન્ને પક્ષની દલીલો સાંભળી વાદીનો દાવો નામંજૂર કર્યો હતો. પ્રતિવાદી તરફે એડવોકેટ હાર્દિક આઈ. ત્રિવેદીએ હાજર રહી દલીલો કરી હતી.