ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાનીએ તારીખ 29/12 ના રોજ કાર્ગો વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિઝીટ દરમિયાન તેમણે સ્થાનિક સફાઈ, રસ્તાની હાલત અને પ્રાથમિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓને પડતર પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. કમિશનરની સીધી દરમિયાનગીરીથી સ્થાનિક રહીશોમાં વિકાસલક્ષી કામો ઝડપી થવાની આશા જાગી છે.