પુણા: સરથાણા માં ઓફિસ ખોલી લોકો પાસેથી મકાન બુકિંગના નામે કરોડોની ઠગાઈ,બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ
Puna, Surat | Sep 25, 2025 ઓલપાડના ફૂડસડ ગામે ચાર ભાગીદારોએ વર્ષ 2016 માં રોયલ રેસીડેન્સી નામે પ્રોજેક્ટ નાખ્યો હતો.જે પ્રોજકેટની ઓફિસ ભાગીદારોએ સરથાણા માં શરૂ કરી હતી. લોકોએ પરસેવાની કમાણી થી સપનાનું ઘર ખરીદવા મકાનો બુક કરાવ્યા હતા.વર્ષ 2019 માં બુલેટ ટ્રેન પ્રોજેકટની જાહેરાત થઈ હતી.જે બાદ જમીન સંપાદનને લઈ 3.50 કરોડ બિલ્ડર અને ભાગીદારોને મળ્યા હતા.જેથી પ્રોજેક્ટ બંધ કરી દેતા 25 લોકોએ ભરેલી 1.50 કરોડની રકમ હાઉ કરી ગયા હતા.જે કેસમાં ફરાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.