વઢવાણ: ડાંગશીયા વસાહત માં સ્માર્ટ વીજ મીટર લગાવવા મામલે વિરોધ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
સુરેન્દ્રનગર ડાંગશીયા વસાહત વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ વીજ પુરવઠો લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વીજ મીટર લગાવનાર કોન્ટ્રાકટર દ્વારા બળ જબરી થી વીજ મીટર લગાવવામાં આવતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો અને વીજ મીટર લગાવનાર કોન્ટ્રાકટર ના માણસો સાથે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા આ મામલે આમ આદમી પાર્ટીની ટીમ ઘટના સ્થળે દોડી જઈ વિરોધ દર્શાવ્યો હતો જે અંગેનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.