થરાદ: જિલ્લા કલેકટર જે.એસ.પ્રજાપતિએ થરાદ માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદી કેન્દ્રનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા
રાજ્ય સરકાર દ્વારા વાવ થરાદ જિલ્લા માટે કુલ ૩૦ અલગ અલગ સેન્ટર ફાળવીને ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કર્યો છેત્યા જિલ્લા કલેકટરશ્રી જે.એસ.પ્રજાપતિએ નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.જાની સાથે થરાદ માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કલેકટરશ્રીએ ખરીદી કેન્દ્ર પર ખેડૂતોના રજીસ્ટ્રેશન, તોલ પ્રક્રિયા, ગુણવત્તા ચકાસણી સહિતની સુવિધાઓનું જાત નિરીક્ષણ કરીને ઉપસ્થિતોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું