નડિયાદ: ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ એ નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ 2025 નો અંબા માં ની આરતી કરી શુભારંભ કર્યો...
આદ્યશક્તિ જગત જનની માં અંબાના આરાધના પર્વ નવરાત્રિના પ્રથમ નોરતે માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ 2025 નો માં અંબાની પૂજન આરતી કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.સંતરામ મંદિરના સંતો શ્રી નિર્ગુણદાસજી મહારાજ અને સત્યદાસજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના ચેરમેન શ્રી ડો.સંત સ્વામી, અંબા આશ્રમના આચાર્ય શ્રી ધર્મેશજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સહ પરિવાર આરતી ઉતારે માતાજીની કૃપા પ્રાપ્ત કરી.