ધંધુકા: ધંધુકા ખોડાઢોર પાંજરાપોળ ખાતે દાતાશ્રી દ્વારા રૂ. ૪ લાખનો ચેક અર્પણ – સન્માન યોજાયો.
#dhandhuka #ધંધુકા #dhandhukabhal
ધંધુકા શ્રી ખોડાઢોર પાંજરાપોળ ખાતે દાતાશ્રી દ્વારા રૂ. ૪ લાખનો ચેક અર્પણ – સન્માન સમારોહ યોજાયો અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલ શ્રી ખોડાઢોર પાંજરાપોળ માં આજે ભાવસભર પ્રસંગે શ્રી રાજીનભાઈ અનિલભાઈ શાહ તથા માતાશ્રી સુધાબેન અનિલભાઈ શાહ (મુંબઈવાળા) તરફથી પાંજરાપોળને રૂ. ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી રમેશભાઈ રૂપાણી, ચંદ્રકાન્તભાઈ ગાંધી, નિલેશ બગડીયા અને કર્તિભાઈ શાહ સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.