મોરબી: મોરબીમાં દિવાળી તહેવાર નિમિત્તે ફાયર બ્રિગેડના 21 જવાનો આખી રાત ખડેપગે રહી આપશે સેવા....
Morvi, Morbi | Oct 20, 2025 સિરામિક નગરી મોરબીમાં નાગરિકો સલામત રીતે દિવાળીનો તહેવાર ઉજવી શકે તે માટે તેમજ આગના બનાવો બને તો ત્વરિત કાર્યાવાહી થઈ શકે તે માટે મોરબી મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડના 21 જવાનોની ટીમ ત્રણ અલગ અલગ સ્થળોએ ખડેપગે ફરજ બજાવશે. જેમાં ફાયર સ્ટેશન, નવા બસસ્ટેન્ડ તેમજ મહારાણા પ્રતાપ સર્કલ નજીક દિવાળીની સાંજથી જ જવાનો ફરજ ઉપર તૈનાત રહેશે અને સવાર સુધી ખડેપગે રહેશે.