લીલીયા: લીલીયા ખાતે THR અને મિલેટ્સ વાનગી સ્પર્ધા, પૌષ્ટિક ખોરાક માટે જાગૃતિ ફેલાવી
Lilia, Amreli | Sep 14, 2025 લીલીયા ખાતે સેજા કક્ષાનો વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો જેમાં THR અને મિલેટ્સ આધારિત વાનગીઓની સ્પર્ધા યોજાઈ. સ્પર્ધામાં લીલીયા સરપંચ શ્રી જીવનભાઈ વોરા, પ્રાથમિક કન્યાશાળાના આચાર્ય, શિક્ષકો, મુખ્ય સેવિકા શ્રી પી.ડી. રાઠોડ, એચ.એન. રેણુકા તેમજ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા. આ સ્પર્ધામાં આંગણવાડી કાર્યકરો બહેનો દ્વારા નવી અને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરવામાં આવી.