ખેડબ્રહ્મા: શહેરના વાસણા રોડ પર મારામારીનો બનાવ બનતા 112 જનરક્ષક વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો
બુધવારે રાત્રે અંદાજિત 11 વાગ્યાની આસપાસ ખેડબ્રહ્મા શહેરના વાસણા રોડ પર આવેલી એક સમાજવાડી નજીક મોડી રાત્રે યુવાનો વચ્ચે થયેલી મજાક-મસ્તી મારામારી સુધી પહોંચી હતી. ત્યારે ભોગ બનનાર વ્યક્તિએ ગુજરાત સરકારના જનરક્ષક સહાય નંબર 112 ઉપર કોલ કરીને મદદ માંગતા તેમણે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી મામલો શાંત પાડ્યો હતો.