ઉધના: સુરતના લિંબાયતમાં ઘરમાં પથ્થર મારો કરનારા આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો
Udhna, Surat | Dec 3, 2025 સુરતના લિંબાયત પોલીસે બુટલેગર આરોપીઓનો વરઘોડો કાઢ્યો છે.લિંબાયતના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વો બુટલેગરોનો આતંક જોવા મળ્યો હતો.બૂટલેગરોએ નશાની હાલતમાં ગાળાગાળી કરતાં રોકનાર એક પરિવારના ઘર પર 15થી 20 જેટલા શખસે પથ્થરમારો કર્યો હતો,જેના લાઈવ વીડિયો પણ સામે આવ્યા હતી. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ હાથ જોડીને વરઘોડો કાઢ્યો છે.પોલીસે આરોપી રવિ મનન,રાજ કાલેલકર, કારણ સોનવણે, પ્રકાશ પ્રસાદ ની ધરપકડ કરી છે.