આજરોજ બપોરે એક કલાકે મળતી માહિતી પ્રમાણે વેજલપુર,બેઢીયા,વાછાવાડ,ઘુસર,ભાદરોલી બુજર્ગ અને વ્યાસડા ગ્રામ વગેરે ગામોમાં વિકાસના કામોમાં મોટેપાયે ભ્રસ્ટાચાર થયો હોવાની કેટલાક લોકો દ્વારા રજુઆત કરવામાં આવી છે.જેની સામે આ તમામ ગ્રામ પંચાયતોના સરપંચ અને ગ્રામ જનોએ ભેગા થઈને જિલ્લા કલેકટરને ભ્રસ્ટાચાર ન થયો હોવાની અને કેટલાક લોકો વિકાસના કામોમાં અવરોધ ઉભા કરતાં હોવાની રજુઆત કરેલ છે.