પીપોદરામાં બાઈક સંભાળીને ચલાવવા બાબતે ઠપકો આપ્યાની અદાવતમાં ચાર ઇસમોએ એક યુવકને લાકડાના ડંડા અને ઢિકમુક્કી વડે માર માર્યો હતો. આ ઘટના પીપોદરાની વાલેશ્વર સોસાયટીમાં બની હતી, જ્યાં આરોપીઓ યુવકના ઘર સામે આવી હુમલો કર્યો હતો. કોસંબા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.