મોરવા હડફ: મોરવામાં કરોડો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયાના મામલો,ત્રણ આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર.
મોરવા પોલીસે તા.26.8.25ના રોજ ઝડપી પીકઅપ ડાલામાથી ઝડપી પાડેલા વિદેશી દારૂના જથ્થો મળી આવ્યો હતો જેમ મનવીરસિહ ચારણ,મુકેશદાસ વૈષ્ણવ,કિશનલાલ ગડરીને ઝડપી પાડ્યા હતા,ઝડપાયેલ ત્રણેય આરોપીઓએ જામીન માટે પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ સી.કે.ચૌહાણની કોર્ટમા રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી તપાસ અધિકારીએ કોર્ટમા મજબૂત એફિડેવિટ રજુ કર્યો હતો જિલ્લા સરકારી વકીલની દલીલોને ધ્યાનમા લઈ કોર્ટએ આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામજૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે