જાંબુઘોડા: જાંબુઘોડાના જોટવડ ગામેથી વન વિભાગે માદા દીપડીને પાંજરે પુરી સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી
જોટવડ ગામે ખેતરમાથી આજે મંગળવારના રોજ સવારે વન વિભાગે માદા દીપડીને પાંજરે પુરી સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી હતી વન્યપ્રાણી અભ્યારણમાંથી વન્યપ્રાણી દિપડા શિકારની શોધમા જંગલ થી દુર ખેતરોમાં તેમજ રહેણાંક વિસ્તારોમાં આવી ચઢતા ખેડૂતો તેમજ રહીશોમાં ભયનો માહોલ ઉત્પન્ન થાય છે જેને લઈ જાંબુઘોડા નગર તેમજ જોટવડ ગામની આજુબાજુ દિપડા દેખાવાના બનાવો વધતા વનવિભાગ દ્વવારા દીપડાઓને માનવ વસવાટથી દૂર રાખવામા આવે છે