અંકલેશ્વર તાલુકા પોલીસ મથકની હદમાં આવતા એક ગામમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ આચરાયું હોવાનો મામલો સામે આવ્યો છે. ગામમાં રહેતા સાગર વસાવા અને સુમિત વસાવા નામના યુવાનોએ સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ આચાર્યુ હતું. આ અંગેની જાણ સગીરાના પરિવારજનોને થતા તેઓએ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.