લુણાવાડા: ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર 14 વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા
મહીસાગર જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન થાય તેને લઈ અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર 14 વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં રોંગ સાઈડ વાહન હંકારવું વાહન હંકારતા સમયે ફોન ઉપર વાત કરવી તેમજ ગંભીર બેદરકારી દાખવનાર વાહન ચાલકો સામે કરવામાં આવી રહી છે કાર્યવાહી.