ગાંધીધામ: GST સ્લેબ ઘટાડા પર મુખ્યમંત્રીએ ઉધોગપતિઓ સાથે બેઠક કરી,જાણો ગાંધીધામ ચેમ્બર ભવન ખાતેથી ચેમ્બર પ્રમુખે શું કહ્યું
જીએસટી સ્લેબમાં ઘટાડો થયા બાદ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ ચેમ્બર પ્રમુખો અને ઉધોગપતિઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. આ બેઠકમાં વેપારીઓએ જોડાતા તેમને નવા ફેરફારો અંગે માર્ગદર્શન મળ્યું હતું. કચ્છ માટે આ નિર્ણય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ગાંધીધામ ચેમ્બરના પ્રમુખે જણાવ્યું કે જીએસટી ઘટાડાથી કચ્છના લોકોને માર્ગદર્શન મળ્યું છે. વિશેષરૂપે કચ્છ ટ્રાન્સપોર્ટ ઉધોગનું હબ હોવાથી દશ ટકા જીએસટી ઘટવાથી તેને મોટો ફાયદો થશે.