વિજાપુર: વિજાપુર સુંદરપુરા ની યુવતીએ 375 જેટલી કૅન્સર પીડિત બહેનો માટે કેશ દાન કર્યું
વિજાપુર તાલુકાના સુંદરપુર ગામની અનુબેન પટેલે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર કૅન્સર પીડિતો માટે વાળ દાનનો વિડિયો જોયો ત્યારે તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. માનવતાના આ અદ્દભુત કાર્યથી પ્રેરાઈ તેમણે પોતે પણ Hair Donate કરવાનો સંકલ્પ કર્યો. પરિવારની સંમતિ સાથે અનુબેને Hair Donate કરતી સંસ્થાનો સંપર્ક કર્યો અને પોતાના સંપૂર્ણ વાળ મુંડન કરાવી કૅન્સર પીડિત બહેનો માટે કેશદાન કર્યું. હતુ જેને લઈ આજરોજ બુધવારે બપોરે બે કલાકે ગ્રામજનો માં પ્રશંસા ફેલાઈ હતી.