કડી: કડી નાં જય રણછોડ એસ્ટેટમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડી જુના તેલના ડબ્બા વાપરી ખાદ્યતેલ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી
Kadi, Mahesana | Nov 19, 2025 આજે 19 નવેમ્બરે કડી નંદાસણ રોડ પર આવેલ જય રણછોડ એસ્ટેટમાં મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પ્રોટીન રિફાઇનરી ફેક્ટરી માં દરોડો પડ્યો હતો.જેમાં કુલ 3,04782 નો મુદ્દામાલ કબ્જે કરી સેમ્પલ માટે મોકલ્યો હતો.આ દરોડો જય રણછોડ એસ્ટેટમાં આવેલ સી.કે સી પ્રોટીન નામની ફેક્ટરીમાં પાડવામાં આવ્યો હતો.વિભાગને મળેલ માહિતી ને આધારે ફેક્ટરીમાં જુના તેલના ડબ્બાનો ઉપયોગ કરીને ખાદ્યતિલ બનાવવામાં આવે છે આ માહિતીને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો હતો.