ગણદેવી: બીલીમોરામાં બુલેટની ટક્કરથી મહિલાને ઈજા, પોલીસમાં ફરિયાદ નોંધાઈ
નવસારીના બીલીમોરામાં બુલેટની ટક્કર વાગતા એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. અકસ્માત બાદ આ મામલે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર બુલેટ ચાલકને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.