ગણેશ ગોંડલનો એક અઠવાડિયામાં નાર્કો રિપોર્ટ આવશે..ગોંડલ રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં સોમવારે 4 વાગ્યાની આસપાસ સુનાવણી થઈ હતી. જેમાં પોલીસ તરફથી કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો હતો. સરકારી વકીલે જણાવ્યું કે સમગ્ર કેસમાં 3 પ્રકારે કેસની કાર્યવાહી થઈ છે. SP અને DySP ત્રણેય કેસની દિશામાં તપાસ કરી રહ્યા છે.