ગાંધીધામ: દિલ્હીમાં કાર બ્લાસ્ટની દુર્ઘટના બાદ પૂર્વ કચ્છ પોલીસ એલર્ટ :આદિપુર મુન્દ્રા સર્કલ પાસે આદિપુર પોલીસ દ્વારા સઘન ચેકિંગ
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટની ઘટનાના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં તાત્કાલિક ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે અનુસંધાને આજ રોજ રાત્રિના સમયે આદિપુર પોલીસ દ્વારા મુન્દ્રા સર્કલ પાસે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી પીઆઈ એમ.સી વાળા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.