ઉત્તરાયણ ના તહેવાર બાદ જગ્યા જગ્યાએ પતંગના દોરાઓ લટકતા જોવા મળે છે ત્યારે રોડ પર પણ રઝળતી દોરીઓ ક્યારેક માનવ માટે જીવલેણ સાબિત થાય છે અને પક્ષીઓ માટે પણ ઘાતક સાબિત થાય છે ત્યારે દસાડા તાલુકાના નવરંગપુરા ગામે સેવારથ ફાઉન્ડેશન દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી જે અંતર્ગત જે બાળકો થેલી ભરીને વેસ્ટ દોરી લાવશે તેમને પેન ભેટ સ્વરૂપે આપવામાં આવશે ત્યારે સેવારથ ફાઉન્ડેશનના પ્રમુખ ચિંતન મહેતા દ્વારા આ કાર્ય અમલમાં મુકવામાં આવ્યું છે.