પાલીતાણા: દુધાળા ગામના ઈસમે બાવળની ઝાડીમાં છુપાવી રાખેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
પાલીતાણા તાલુકાના દુધાળા-લીલીવાવ માર્ગે તળાવની બાજુમાં આવેલી સરકારી પડતર જમીનમાં બાવળની ઝાડીઓ નીચે છુપાવી રાખેલો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો વિવિધ બ્રાન્ડની કુલ 486 બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. 1,00,340 થાય છે.આ જથ્થો સંતાડનાર તરીકે દુધાળા ગામના જીગ્નેશભાઈ રૈયાણીનું નામ સામે આવ્યું છે. પોલીસને સ્થળેથી કોઈ વ્યક્તિ મળ્યો નહીં પણ સમગ્ર દારૂનો જથ્થો કબજે કરી મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.