માળીયા હાટીના: માળીયાહરિધામ વૃદ્ધાશ્રમ ખાતે વડીલો માટે નિદાન કેમ્પ
માળિયા હાટીનામાં હરિધામ વૃદ્ધાશ્રમ ખાતે ક્ક'આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસ'ક્ર ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે વયોવૃદ્ધ લોકો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભંડુરી દ્વારા હરિધામ વૃદ્ધાશ્રમ માળીયા હાટીના ખાતે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આ આશ્રમમાં રહેતા તમામ વડીલોનું પ્રાથમિક નિદાન, ડાયાબિટીસ તપાસ, બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી અને તેઓને જરૂરી ઉપચાર, સારવાર અને સલાહ આપવામાંઆવી હતી.